આજ નુ " કાવ્ય "
એક આંસુ આંખમાં છે, બહાર કાઢી આપ તું,
લાગણી સંવેદનાને ધાર કાઢી આપ તું.
ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.
ટળવળું છું ક્યારનો હું પહોંચવા એના ઘરે,
શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું.
ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન,
તો મિલનના સ્વપ્નની વણજાર કાઢી આપ તું.
હર સમસ્યાના ઉકેલો આખરે તુજ પાસ છે,
હસ્તરેખાઓ નવી બે-ચાર કાઢી આપ તું.
એક-બે છાંટે શમે નહીં દાવાનળો,
આભ ફાડી મેઘ મુશળધાર કાઢી આપ તું.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment