Thursday, 12 January 2012


આજ નુ " કાવ્ય "

જ્યારે મે પ્રભુ પાસે "શક્તિ" માંગી,
તેણે મને સામનો કરવા "મુશ્કેલી" ઓ આપી...

જ્યારે મેં પ્રભુ પાસે "ચતુરાઇ" અને "બુઘ્ધિ" માંગી,
તેણે મને જીવન ના અજીબોગરીબ "કોયડા" ઉકેલવા આપ્યા...

જ્યારે મેં પ્રભુ પાસે "ખુશી"ઓ માંગી,
તેણે મને અન્ય "દુઃખી" લોકો બતાવ્યા...

પ્રભુ પાસે જ્યારે મે અઢળક "સંપત્તિ" માંગી,
તેણે મને સખત "મહેનત" કરવાના રસ્તા બતાવ્યા...

પ્રભુ પાસે જ્યારે મે "આશિવાર્દ" માંગ્યા,
તેણે મને મહેનત કરી "તકો" મેળવતા શીખવ્યું...

પ્રભુ પાસે મે મન ની "શાંતિ" માંગી,
તેણે મને મુસીબત માં આવેલા ની "મદદ" કરતા શીખવ્યું...

પ્રભુ એ મને જે જોઈતું હતું એ "કાંઈ" ન આપ્યું,
તેણે મને એ "બધુંય" આપ્યું જેની મને જરૂર હતી...

"સ્વામી વિવેકાનંદ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment