આજ નુ " કાવ્ય "
કાગળતો બન્ને કોરા જ આપવામાં આવ્યા હતા,
એકે એના પર ગાળો લખી બીજાએ સ્તુતિઓ!
પથ્થરતો બન્નેના હાથમાં એક સરખાજ આપવામાં આવ્યા હતા,
એકે એનાથી કોકનું માથુ ફોડયું, બીજાએ એમાંથી પ્રભુની પ્રતિમા બનાવી!
આંખોતો બન્નેને એક સરખીજ આપી હતી,
એકે બધી ખરાબ વસ્તુ ઓજ જોઇ, બીજાએ બધી સારી વસ્તુ ઓજ જોઇ!
સંપતિતો બન્નેને સરખીજ આપવામાં આવી હતી,
એકે ભોગવિલાશમાં વાપરી, બીજએ કોકના આંસુ લૂછવામાં!
મનતો બન્નેને સરખુંજ મળ્યું હતું, એક ચડયો વાસનામાં, બીજો ચડયો ઉપાસનામાં!
મારે પહેલા નંબર ના જેવું નહી , મારે તો 'બે નંબરના' બનવું છે, કોઇ બનાવશો?
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment