Thursday, 12 January 2012


જીવન માં વિચારવા જેવું .....

કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

"સ્વામી વિવેકાનંદ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment