આજ નુ " કાવ્ય "
ખુદા તારા દરબાર માં ખબર નથી "પ્રશ્ન" શું પૂછાતો હશે ?
આત્મા તેજ પરમાત્મા તો "પત્થર" કેમ પૂજાતો હશે ?
ભવભવના કરેલા ભેગા આવે તો તે "ભવ" કેમ ભૂલાતો હશે ?
અહીના કરેલા અહી જ ભોગવવા પડે તો તે "સ્વર્ગ" કેમ ચલાવતો હશે ?
નીતિ તે જ ધર્મ તો નીતિ ને નેવે મુકીને "ધર્મ" ના વાયરો કેમ વાતો હશે ?
કહે છે કે તારી ઈચ્છા વિના એક "પાંદડું" પણ હલતું નથી
પણ મને લાગે છે કે આ માનવીના મન પાસે તું પણ " મુંઝાતો " હશે !!!
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment