જીંદગી મારી પાસે આવી ,
એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ...
પણ એણે મારી પાંખો કાપી લીધી ,
જીંદગીએ કહ્યું'તું દોડ અને પહેલી આવ,
પણ એણે મારા પગ સાંકળે બાંધી દીધા.
જીંદગીને પાછું ટીખળ સૂજ્યું તો કહે એક સુંદર ચિત્ર બનાવ,
પણ એણે મારી આંગળીઓ થીજાવી દીધી...
હવે ?
જીંદગીનાં એ પડકારો મેં ઝીલી લીધા...
મેં જીંદગીની સામે સંઘર્ષ છેડ્યો એવો કે.....
જીંદગીએ પોતે મને પાંખો આપી દીધી.
મારા પગ છોડી દીધા...
મારી આંગળીઓ ફરકાવી દીધી....
એ શું હતું ?
એ હતી મારી જીજીવિષા...?
એ હતો મારો જીંદગીમાં વિશ્વાસ ...?
એ હતો મારો ઝઝૂમી લેવાની પ્રેરણા..
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment