Tuesday, 24 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

મારું અસ્તિત્વ તારા વગર નથી,
તારું અસ્તિત્વ મારા વગર નથી!

રડે છે તું અને આંખ મારી ભીની થાય છે,
હસુ છું હું અને સ્મિત તારા હોઠ પર પથરાય છે!

ઠેશ લાગે છે મને અને દર્દ તને થાય છે,
ઉદાસ થાય છે તું અને મુંઝવણ મને થાય છે!

તારા વગરની દુનિયા મને વિરાન લાગે છે,
તું હોય તો રણ પણ સ્વર્ગ સમાન લાગે છે!

શ્ર્વાસ હું લઉ અને હ્રદય તારું ધબકે છે,
તારા વગરનું જીવન, આ જીવન મને ખટકે છે!

આંખ બંધ કરુ તો તારી અનુભુતિનો અહેસાસ મને થાય છે,
તારા થકીતો જિંદગી જીવવાનો અર્થ મને સમજાય છે!

એ ફકત તું જ છે અને તું જ છે.........
........મારો "સાચ્ચો પ્રેમ".........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment