Sunday, 10 June 2012


આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

કોઇ એ એક "માં" ને સવાલ કર્યો કે તમારા નસીબ માંથી 
સ્વર્ગ છીનવી લેવામાં આવે અને તેની જગ્યા પર તમને 
બીજુ કાંઇ માંગ વા નું કહેવામાં આવેતો તમે ઈશ્ર્વર પાસે થી શું માગશો ?
તો માં એ ચહેરા પર ખુશી છલકાવતા જવાબ આપ્યો કે...
હું મારા બાળક નું નશીબ મારા પોતાના હાથે થી લખવાનો હક્ક તમારી પાસે થી માંગું છું...
કેમકે તેની ખુશી ની આગળ મારી માટે તો આ સ્વર્ગ ખુબ જ નાનું છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું ,
કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.
જીવંત બનું છું તારા આગમન થી અને 
તારા જવા થી નીસ્પર્શ બની જાવ છું….

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મને ખબર છે…. તને હુ ગમુ છું…!
બંધ આંખો ની પાંપણો એ હું રમું છું

મારા દરેક કાવ્યો ને તારો અહેસાસ હશે
મારા કલમ-કાગળ મા તારો આવાસ હશે

રોકીશ ના મને આમ જ ખળખળ વહેવા દે…
તારા સપનામા મારા અસ્તિત્વને રહેવા દે

આજ બુધ્ધિ અને લાગણીઓ ને લડવા દે..
તારા આંસુને મારા શબ્દો વડે અડવા દે!

આજ મને ના રોક મને કહેવા જ દે…
મારી હા ને ‘ના’ ની નજરકેદમા જ રહેવા દે

બીજુ તો શું કહું ……મને પણ તુ ગમે છે…
બંધ આંખો ની પાંપણે તુ જ રમે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

જિંદગી એવી જીવો કે તમારા મૃત્યુના સમાચાર 
સાંભળીને સમ્શાન ની રાખ પણ "રડી" પડે !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

મનુષ્ય માટે વેદ અને પુરાણ "વાચવા" 
અને "સમજવા" ખુબ જ સહેલા છે; 
પણ કોઈ મનુષ્ય ની "વેદના" વાચવી અને સમજવી ખુબ જ કઠીન છે !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

એક કંજૂસ તેની બીમાર પત્ની ને ડૉક્ટર પાસે લઇ ગયો.
ડૉક્ટર - કંજૂસ ને તમે મારી ફી તો બરાબર આપશો ને ?
કંજૂસ - હા. તમે મારી પત્ની ને જીવાડો કે મારો હું તમને જરૂર ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમ્યાન એ કંજૂસ ની પત્ની મૃત્યુ પામી.
ડૉક્ટરે પોતાની ફી માંગી.
કંજૂસ - તમે મારી પત્ની ને જીવાડી ?
ડૉક્ટર - " ના "
કંજૂસ - તો શું તમે એને મારી નાખી ?
ડૉક્ટર - " ના "
કંજૂસ - તો પછી હું તમને ફી શાની આપું ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી