Saturday, 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." માં "

પિતા ના મૃત્યુ પછી પુત્ર વિચારે છે કે તેની ઘરડી માં ને હવે વૃઘ્ધાશ્રમ માં મુકી આવી જોઈએ.જ્યારે પુત્ર તેનો આ નિર્ણય તેની માં ને જણાવે છે ,ત્યારે તેની માં ને ખુબ જ મોટો આઘાત લાગે છે.તેની આંખ માંથી અાંસુ વહી જાય છે.

એક નો એક દિકરો આવુ વિચારશે એ તેમને વિશ્વાસ નથી આવતો.કાળજુ કઠણ કરી ,પોતાની બાકી ની જીદંગી ની ચિંતા ના કરતા પોતાના એક ના એક દિકરા ના ભવિષ્ય નો વિચાર અને ખુશી માટે તેની આ વૃઘ્ધ માં હા પાડી દે છે. અને અંતે તેનો દિકરો તેમને વૃઘ્ધાશ્રમ મુકી આવે છે.

ઘણો સમય વીતી જાય છે. એક તરફ પુત્ર તેની ઘરડી માં ને ભૂલી જાય છે. અને બીજી તરફ તેની ઘરડી માં દિકરા ની રાહ માં અને તેની ચિંતા માં જીવન ના અંતિમ દિવસો કાઢે છે.

એક દિવસ અચાનક પુત્ર ના મોબાઈલ માં વૃઘ્ધાશ્રમ થી ફોન આવે છે કે તેમની માતા ની હાલત ખુબ જ ગંભીર છે અને મરણપથારી પર છે.આ સાભંળી પુત્ર વ્રુધ્ધાશ્રમ જાય છે.આટલા વર્ષ પછી પોતાના પુત્ર નું મુખ જોતા તે ખુશ થાય છે અને તેના ગળી ગયેલા શરીર માં નવી તાકાત આવે છે બીજી તરફ ઘરડી માને મરણપથારી પર જોઈ પુત્ર દુઃખી થાય છે.

માને દિલાસા માટે પુત્ર માં ને પુછે છે બોલ માં હુું શું કરુ તમારી માટે ?
વૃઘ્ધ માં કહે છે દિકરા અહીંયા વૃઘ્ધાશ્રમ માં પંખા લગાડી આપ ,એક પણ પંખો નથી ,સારા ખોરાક માટે એક ફ્રિજ લગાડાવી આપ કેમકે ઘણી વખત ખોરાક વાસી કે બગડેલો હોય જેના થી મારે ભુખ્યા સુઇ જવું પડે છે.

પુત્ર ને આશ્ચર્ય થયુ , તે માં ને પુછે છે કે જીવન ના આટલા વર્ષ વૃઘ્ધાશ્રમ માં રહ્યા છતા ફરિયાદ ના કરી અને હવે અંતિમ દિવસ માં આવી ફરિયાદ કેમ ?

વૃઘ્ધ માં કહે છે દિકરા હું ગરમી ,ભુખ અને દુઃખ સહન કરી લઇશ, પરંતુ મને એ વાત ની ચિંતા છે કે જ્યારે તારા પુત્ર તને આવા કોઇ વૃઘ્ધાશ્રમ માં મુકી જશે તો મારા દિકરા તુ આ બધુ સહન નહી કરી શકે.અને આજ ચિંતા માં વૃધ્ધ માં પોતાના પુત્ર ના ખોળા માં જીવન નો અંતિમ શ્ર્વાશ છોડે છે. અને માં નો આવો ઉત્તર સાંભળી અને પ્રેમાળ માં નું નિસ્તેજ શરીર જોઇ ને પુત્ર ની આંખ માંથી પસ્તાવા ના અાંસુ વહેવા લાગે છે...

"માં એટલે બાળક ના પ્રથમ શ્ર્વાસ થી પોતાના અંતિમ શ્ર્વાસ સુધી ની સફર
જ્યા તે પોતાનું સર્વસ્વ પોતાના બાળક માટે સમર્પિત કરી દે છે".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment