Sunday, 11 August 2013


આજ નુ " કાવ્ય "

જીવવાની છે જિંદગી,મેઘધનુષ ના રંગે,
જેની જેમ રંગે રંગાયેલી છે જિંદગી !

જો ખુશી ના રંગ આવે તો,
તેમાં ઉદાસી ને છુપાવે છે,

જો આવી કસોટી ના રંગે તો,
ઝખ્મોને મહેકાવી પાર પાડે છે,

જો આવી વિશ્વાસ ના રંગે તો,
બંધ હોઠે વચન વ્હાલું નીભાવશું !!

જો આવશે પોતાના સ્વજન થઈ તો,
દીધેલા ઘા, ખામોશ રહી,
અંતરમાં આગ શમાવી જશું !!!

આવ જિંદગી હર રંગે જીવીશું,
ને સપ્ત રંગે તને અપનાવીશું !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment