આજ નુ "કઈંક અવનવું"
ધર્મશાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કર્મોના બે પરિણામ બતાવવામાં આવ્યા છે – પાપ અને પુણ્ય. જ્યાં પાપ સુખથી વંચિત કરી દુઃખનું કારણ બને છે, ત્યાં પુણ્ય પાપ ઓછું કરી અને મુક્ત કરનાર માનવામાં આવે છે.
મોટાભાગે જોવામાં આવે છે કે માણસ પાપ કર્મોથી તો ઝડપતી જોડાય છે, ત્યાં સદ્કર્મો અને પુણ્ય કર્મોને લઈને વધારે વિચાર કરે અને સમય લે છે. શાસ્ત્રોમાં આવી પ્રવૃતિની પાછળ 5 ખાસ વાતો જણાવવામાં આવી છે.
જેના કરણે સાંસારિક જીવનમાં દરેક જાણે-અજાણે પાપ કરી બેસે છે. આ માટે પાપથી બચવા માટે આ વાતોને સામે રાખીને કર્મ, વચાર અને વ્યવહાર પર હંમેશા ધ્યાન આપવું જરૂરી જણાય છે. જાણો આ 5 વાતો –
લખવામાં આવ્યું છે કે –
अविद्यास्मितारागद्वेषाभिनिवेशा: क्लेशा:।।
સંદેશ છે કે આ પાંચ કલહના વશમાં થવાથી પાપ થાય છે. આ પાંચ ક્લેશ છે –
"અવિદ્યા" – અજ્ઞાનનું રૂપ છે. સરળ શબ્દોમાં સમજો તો દરેક સ્થિતિ અને વિષયને લઈને સાચી સમજણનો અભાવ. જેનાથી ખોટા કર્મો કે વિચારમાં પણ સુખ વધારે સારું લાગે છે, જેનું પરિણામ પાપના રૂપમાં સામે આવે છે.
"અસ્મિતા" – અહંમ ભાવ. જેથી મન, મસ્તિષ્ક તથા વિચારોને જકડીનાર માનવામાં આવે છે. રાવણ, હિરણ્યકશિપુ કે કંસ પણ આ દોષના કરણ પાપ કર્મમાં લુપ્ત થઈ જાય છે અને દુર્ગતિ મળે છે.
"રાગ" – આસક્તિનું જ એક નામ, જે સારા-ખરાબની સમજથી દૂર ઈન્દ્રિય અસંયમનું કરણ બની પાપ કરાવે છે.
"દ્વેષ" – મનગમતું ન હોય પણ દુઃખી કે ક્રોધિત થવાનો ભાવ, જેથી કર્મ, વિચાર અને વ્યવહારમાં દોષ પૈદા થાય છે.
"અભિનિવેશ" – મૃત્યુનો ભય. દરેક માણસ આ જાણે છે કે મૃત્યુ અટલ સત્ય છે, તેનાથી બચવાનું કોઈ રીતે શક્ય નથી છતા તે તન, મન, ધનનો દુરુપયોગ કરી પાપ કર્મ કરે છે.
(મિત્રો તમે આ વિભાગ માં કાઇ નવીન જેમકે ધર્મ,રેસીપી,સમજવા જેવું તેમ જ વિચારવાં તે બધુ આપ સહુ ના સમક્ષ લઇ ને આવીશ તે પણ વિવિધ માધ્યમ દ્વારા જેમકે વિવિધ સમાચાર પત્ર અને પુસ્તક તમને કેવુ લાગે છે તે જરૂર કમેન્ટ કરજો)
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment