Saturday, 5 May 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

બોલ કાન પ્રિત કરું કોને ? તને કે તારી વાંસળી ને.
મનમાં હું કોને સમાવું ઓ શ્યામ તને કે તારી આ વાતડીને?
બોલ કાન પ્રિત કરું કોને ?

જખ્મો તુ આપે પણ આપે છે પ્રેમ, તારી આ વાંસળી ના સૂર
વાંસળી હું સાંભળું ને હૈયામાં ઉભરે છે, દોમ દોમ લાગણીના પુર્?
બોલ કાન પ્રિત કરું કોને ?

હૈયા નાં તાર રોજ ઝણકાવે આવીને,મીઠી મધુરી તારી વાંસળી,
તને સંભારવામા પળમાં રે વીતી જાય લાંબીલચાક આ રાતડી?

રોજ રોજ ઓઢું હું તારી આ યાદોની અદકેરી, મખમલની કામળી,
બોલ કાન પ્રિત કરું કોને.......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment