આજ નુ " કાવ્ય "
ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
ઘુટણીયા પાછા કરવા છે પા પા પગલી કરવી છે,
તેમ કરતા કરતા પડી જવું છે,
ને રડતા રડતા માં ને ખોળે પાછું બેસવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
માં નો હાથ પકડીને નિશાળે પાછુ જવું છે,
ચાલુ તાસમાં મારે નાસ્તો ખાવો છે,
ને રીસેસ માં મારા મિત્રોનું ચોરીને ખાવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
લેસન કર્યા વગર વર્ગમાં મારે બેસવું છે,
ને ટીચરોએ આપેલી સજા ભોગવવી છે,
ચાલુ વર્ગમાં વર્ગની બહાર ઊભા રેહવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
પરીક્ષાની તૈયારીમાં રાતે ઉજાગરા કરવા છે,
મિત્રો સાથે બેસીને મારે પાછું વાંચવું છે,
ને પરીક્ષાખંડમાં બેસીને આગળ ને પાછળ ફરવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
વેકેશનની મજા મારે માણવી છે,
મિત્રો સાથે ઘણી રમતો મારે રમવી છે,
રમતો માં કંઈક ચૂક થાય તો મેદાન છોડી ભાગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
આજે મોટો થઇને સંસાર ને સમાજની વચ્ચે અટવાયો છું,
તેમાંથી બે ઘડી મારે બહાર નીકળવું છે
હસતું, ખીલતું, નિઃસ્વાર્થ અને નિખાલશ બાળપણ મારે પાછું જીવવું છે,
ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment