આજ નુ " કાવ્ય "
અરે કોઈ ભીંતેથી ઉતારો આ આયના;
મારું પ્રતિબિંબ હવે એમાં દેખાય ના.
કમબખ્ત યાદ પણ સનમની એવી છે;
મને રડાવ્યા વિના કદી પાછી જાય ના.
આંસુની નદી વહેતી રહે છલોછલ એવી;
આ આંખોના બન્ને કિનારે એ સમાય ના.
કર્યા પ્રભુએ હસ્તાક્ષર હર પાંદડે પાંદડે;
પામર એવા આપણાથી એ વંચાય ના.
સૌને પિવડાવે આંખોથી સાકી રોજબરોજ;
ધરે પયમાના મને તો, આંખોથી પાય ના.
કરે એ મોઘમ ઇશારો નશીલી આંખોથી;
હાય! મુજ બેવકૂફને જરા ય સમજાય ના.
છે થોડી નજમ ને ઠાલી વાહવાહ દોસ્તોની;
એના સિવાય મારી બીજી કોઈ કમાઈ ના.
થઈ એવી બૂરી હાલત નટવરની પ્રેમમાં;
દુઆ કરો,યારો એવી કદી તમારી થાય ના.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment