Saturday, 17 March 2012


આજ નુ " કાવ્ય "

વિશ્ર્વાસ કયાં મળે છે કોઇ આંખમાં હવે?
વિશ્ર્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.
વિશ્ર્વાસ ખટઘડી તણા સંભારણા હવે,

વિશ્ર્વાસ દાદીમાની કોઇ વાર્તા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્ર્વાસના આ 'વિ વિનાના શ્ર્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે...
'વિશ્ર્વાસ' નામ કોતરી શણગારતા હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું? શું છે?
વિશ્ર્વાસ ના ન હોવાની સંભાવના હવે.

છો શ્ર્વાસ જયાં નિઃશ્ર્વાસ મૂકે શબ્દ નીકળે,
વિશ્ર્વાસના વજન વિના શું કામના હવે?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

No comments:

Post a Comment