પરમાત્મા નું સ્વરૂપ...." માં "
યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું રોવું અને તારું મન રોતું હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે,
ઘા મારો હોય અને દર્દ તને થયું હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે ,
કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે .
યાદ નથી પણ જરુર એમ જ હશે ,
દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે .
મારી માં , મારી માં , મારી માં …….
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment