Monday, 13 February 2012


આજ નુ "જ્ઞાન".....‘‘સંત કબીર’

‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે દૂર મગહર નામના નાનકડા ગામમાં કબીરે દેહ છોડયો હતો. એ સમયે લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગમાં જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જીવનપર્યંત રહેનાર કબીર છેક છેલ્લી અવસ્થામાં લોકોની માન્યતાને તોડવા મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ.
કબીરનું જીવન સમન્વયના સ્તંભ પર ખડું છે. પ્રેમ, ભકિત અને જ્ઞાન ત્રણેને હિંદુ અને ઇસ્લામના પસંદીદા સિદ્ધાંતો પર અમલી કરી પરમાત્મા કે ખુદાના અહેસાસને તેમણે પામ્યો હતો. અને એટલે જ તેમની વાણીમાં કટુતા અને સત્યતાનો સુભગ સમન્વય જોવા મળે છે.
કબીર આઘ્યાત્મિક સમન્વયના સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટી હતા. શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંતસાહિત્યનો મોટો અને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં કબીરનાં લગભગ સવા બસ્સો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન થયું છે.
ગુજરાતમાં સંવત ૧૫૬૪માં કબીર આવ્યાનું મનાય છે. ગુજરાતમાં સુરતનું કબીર મંદિર જૂનામાં જૂનું કબીર સંપ્રદાયનું સ્થાન છે. સુરતની સગરામપુરાની જૂની સાલના પંજાઓ ઉપરથી સંવત ૧૭૬૫ મળે છે. પરંતુ સંપ્રદાયની સ્થાપના સંવત ૧૫૭૫ અને સંવત ૧૬૮૦ વરચે થયેલી જણાય છે. તેથી અનુમાન બાંધી શકાય કે ગુજરાતમાં સુરતની કબીર સંપ્રદાયની ગાદી પ્રથમ છે. એ પછીથી ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, નડિયાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેની જગ્યાઓ બંધાઈ હશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment