Tuesday, 7 February 2012


આજ નુ " કાવ્ય "

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય .

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય .

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય .

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં ધરાશયી કરી ગયો સમય .

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment