આજ નુ " કાવ્ય "
રેખા હથેળીની બદલતી નથી કોઇ મંઝિલ,
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.
સડક લાંબી યા ટુંકી, પહોંચે ના કદી મંઝિલ,
અડગ વિશ્વાસને દડમજલ, પહોંચાડે મંઝિલ.
આશ હૈયે ફુલની,ને ચુભ્યા કાંટા ન દિશે મંઝિલ,
જખમ એ વેદના ના, પહોંચાડશે જરૂર મંઝિલ.
ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ.
ઓ માનવી!
ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment