ADMIN ...."સંદેશ"
મિત્રો આજ નો આ સદેંશ દરેક ના જીવન માં જરૂર મદદરૂપ થશે.
દુનિયા ના દરેક મનુષ્ય ના જીવન માં સુખ દુઃખ તો આવે છે.
પણ કહેવાય છે કે
"સુખ માં મનુષ્ય ને જે વસ્તુ શીખતા મહિના કે વર્ષ લાગે છે.
તે જ વસ્તુ દુઃખ માં શીખતા મનુષ્ય ને કલાક કે દિવસ લાગશે".
જેમ ભણતર માં પ્રગતિ કરવા માટે પરીક્ષા મા પાસ થવુ મહત્વપુર્ણ છે
તેવી જ રીતે જીવન માં પ્રગતિ કરવા માટે પણ આ પરીક્ષા મા પાસ થવુ મહત્વપુર્ણ છે.
ફરક માત્ર એટલો જ છે કે જીવન ની આ પરીક્ષા ને આપણે દુઃખ નું નામ આપીએ છીએ
અને તે આપણા પરમક્રૂપાળુ પરમાત્મા દ્વારા કરવા મા આવેલી હોય છે. જે થોડી કઠીન હોય છે.
પરતું મિત્રો જે આ દુઃખ ને પસાર કરી જાણે તેજ જીવન માં ઉતીર્ણ થાય છે.
દુઃખ માં આપણ ને જીવન ની કિંમત મનુષ્ય ની અને વસ્તુ ની કિંમત સમજાય છે.
જે આગળ જતા સુખ માં ખુબ મદદગાર થાય છે.
મિત્રો આપણે બધા આપણા પરમાત્માં ના પ્રિય બાળક છીએ.અને પરમાત્માં ક્યારે પણ તેના
બાળક ના આંખ માં આસું ના જોઇ શકે..
માટે મિત્રો આ થોડા દિવસ ના આ દુઃખ ને હાસ્ય થી પાર કરી લેજો
પછી સાચ્ચે જ આ જીવન ખુબ જ સરસ લાગશે અને બસ સાથે તમારા
પરમાત્મા પર શ્રઘ્ધા રાખજો.....
મિત્રો દુઃખ જેવુ કાંઇ જીવન માં હોતું નથી તે તો ફક્ત આપણા વિચાર માં રહેલું હોય છે.
મિત્રો જો તમને લાગે કે આ પોસ્ટ તમારા જીવન માં ક્યાંક મદદરૂપ થાય તો લાઇક કરજો .
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment