આજ નુ "જ્ઞાન"
ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.જ્યારે સુર્યમડળ બનતો હતો ત્યારે આપણી પૃથવી જોડે કઇક અથઙાયુ હતુ ત્યારે પૃથવી નો થોડૉ ભાગ હવા ઉઙી તે બધો ભાગ ભેગો મળી ચંદ્ર બન્યો છે.
ચંદ્ર પૃથ્વીથી ૩૮૪,૪૦૧ કીલોમીટરના (૨૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકેન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચન્દ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે.
ચન્દ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચન્દ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે.
હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે. ૧. અમૃતા ૨. મનાદા ૩. પૂષા ૪. પુષ્ટિ ૫. તુષ્ટિ ૬. રતિ ૭. ધૃતિ ૮. રાશિની ૯. ચંદ્રિકા ૧૦. કાન્તિ ૧૧. જયોત્સ્ના ૧૨. શ્રી ૧૩. પ્રીતિ ૧૪. અંગદા ૧૫. પૂર્ણા ૧૬. પૂણાર્મૃતા.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment