આજ નુ " કાવ્ય "
પોત આ રાહનું "વણાઇ" ગયું.
કાળની સોયથી "સીવાઇ" ગયું.
દિલડું એવું તો "ચીરાઇ" ગયું,
લોહી ઉડી નભે "ચિત્રાઇ" ગયુ.
દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં "લીંપાઇ" ગયું.
વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ "પીવાઇ" ગયું.
શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં "ટીંગાઇ" ગયું.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment