દીકરા સાથે રહેવા "મા" હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો - બીમાર "મા" માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો "સ્પર્શ" રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં "વર્ષ" રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની "ફર્શ" રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો "ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ" રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે "આંસુઓ" સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું "પર્સ" રાખે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment