મનની "વેદના" જો સળવળે તો કવિતા રચાય,
હૃદયની "લાગણી" જો ઉછળે તો કવિતા રચાય,
વેદનાને જો "વાચા" મળે તો કવિતા રચાય,
દર્દને જયારે "શબ્દ" મળે તો કવિતા રચાય,
વહે જયારે આંસુની "નદી" તો કવિતા રચાય,
બને જો લોહી દર્દોની "શાહી" તો કવિતા રચાય,
ભીતરનું જો "સંગીત" સંભળાય તો કવિતા રચાય,
જાતને જયારે "ભૂલી" જવાય તો કવિતા રચાય,
હોઠ બંધ થાય અને "દિલ" બોલે તો કવિતા રચાય,
કલમ પણ મજબૂર થઇ "રડી" પડે તો કવિતા રચાય.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment