Sunday, 18 December 2011


દરેક "ખુશી" છે અહીં લોકો પાસે , પણ "હસવા" માટે સમય નથી.
દિવસ-રાત દોડતી "દુનિયા" મા , "જિંદગી" માટે પણ સમય નથી.

મા ના "હાલરડા" નો અહેસાસ છે , પણ મા ની "મમતા" માટે સમય નથી.
બધા સંબંધો તો "મરી" ગયા જાણે , પણ તેમને "દફનાવા" માટે નો પણ સમય નથી.

બધા "નામ" મોબાઇલ મા છે , પણ "મિત્રતા" માટે સમય નથી.
"પારકા" ઓ ની શું વાત કરવી , "પોતાના" માટે પણ સમય નથી.

આંખો મા છે "ઊંઘ" પુષ્ક્ળ , પણ "સુવા" માટે સમય નથી.
દિલ છે "દુઃખ" થી ભરેલું , પણ "રોવા" માટે સમય નથી.

"પૈસા" ની દોડ મા એવા દોડયા , કે "થાકવા" નો પણ સમય નથી.
પારકા "અહેસાસ" ની શું કદર કરીએ , જ્યાં પોતાના "સપના" ની જ કદર નથી.

તું જ કહે મને એ , શું થસે આ "જિંદગી" નું..................
દરેક ક્ષણ "મરતા" લોકો ને "જીવવા" માટે પણ સમય નથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment