Sunday, 9 March 2014


આજ ની "કબીર વાણી"

"લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,
કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર".

"નમ્રતામાં પરમાત્મા વસેલો છે", 
પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. 
જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે 
એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને "જ્ઞાન" ની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જેમ કાંટાળી ડાળને ફૂલો સુંદર બનાવી શકે છે 
તેમ "સુશીલ સ્ત્રી" ગરીબ માણસ નાં ઘરને 
"સુંદર" અને "સ્વર્ગ" સમું બનાવી શકે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રી ને પોતાનું રમકડું 
માનનારા પુરૂષ ની સામે બંડ કરત .અને 
આજે હું મન થી સ્ત્રી બની ગયો છું
સ્ત્રી ના હ્રદય માં પેસવાને સ્ત્રી બન્યો છું
મારી સ્ત્રી નું હ્રદય પણ ,જ્યાં સુધી હું 
તેને ભોગનું સાધન માનતો હતો,
ત્યાં સુધી નહોતો ચોરી શક્યો . 
- મહાત્મા ગાંધી

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

ભગવાન નું અમૂલ્ય સર્જન એટલે સ્ત્રી. ખરું ને?
રામાયણ માંથી સીતાજી ને બાદ કરો ? 
કઈ નહિ મળે.....?
મહાભારત માંથી દ્રોપદી ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
શેતા સગાળશાની વાત માંથી તારામતી ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
ક્રિષ્ના અવતાર માં કાના ની લીલા માંથી રાધા ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
પુસ્તકો નહિ પસ્તી થઇ જશે…..ખરુંને?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

એક ગર્ભસ્થ દીકરીનો મા ને કાગળ……

એક દીકરી એ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઇ હૃદયથી રોયા.

હું ટળવળતી કે દીકરો ના બની શકે એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

તું ય કોકની દીકરી, યાદ છે તું ય કોકની થાપણ.
વાંક શું મારો, કાં આપ્યું આ જનમની પહેલા ખાપણ,

તું દીકરા માટે ઝંખે , પણ કલંક માના નામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

ભ્રુણની હત્યા નથી માત્ર આ છે મમતા નું મોત,
તારા આ એક ક્રૂર વિચારે મારી બુઝી જીવન જોત,

ઓળખી જજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

મમ્મી હવે ભઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈંતેઝારી,

હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે,
બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ ન કરશે.

સાંઈ દીકરીનો કાગળ લઈને ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.
એક દીકરી એ ……………..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "કબીર વાણી"

"કીયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર,
કોટ કરમ લાગે રહેં, એક અહંકાર કી લાર".

જ્યારે મનુષ્યને "અહંકાર"નો ભાવ ઉભો થાય છે, 
ત્યારે તેના જીવનમાં કરેલાં બધાં જ શુભ કાર્યોનું પુણ્ય નાશ પામે છે. 
અરે એક જ અહંકારની આગ એટલે ગર્વવાળું ક્રોધભર્યું વર્તન, 
તેને કરોડો કર્મોના ભાગ્યની લંગાર સાથે જોડી દે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Sunday, 2 March 2014


મારા પ્રેમાળ......."પરમાત્મા"

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ... 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે, 
સાચું છે એ પરમેશ્વર છે ... 
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા, 
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા, 
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં, 
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં, 
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠