..............જય શ્રી રામ........................... ...........................
એક વાર રામજી સરયુ નદી ના તટપર એકાંત માં બેઠા છે. રામજી ને વિચારઆવે છે કે , એક વખત મારા નામથી પાણી પરપથ્થર તરી ગયા હતા , લાવ ને આજે હું પ્રયત્ન કરી જોવ પથ્થર નાખીને કે તરેછે કે નહી . અને રામજી એક પથ્થર હાથ માં લે છે અને નદી માં નાખે છે , અને પથ્થર તરતો નથી પણ ડૂબી જાય છે .રામજીને થોડીક શરમ આવે છે ને આજુબાજુ માં જુએ છે કે કોઈ છે તો નહી ને , કોઈએ જોયું તો નથી ને .
હવે , રામજી ના મન ના મુંજવણ ચાલુ થાય છે કે આ શું એક સમયે મારા નામ માત્ર થી સમુદ્ર પર પથ્થરો તરી ગયા હતા ને સેતુ બંધાયો હતો ને આજે મેં પથ્થર નાખ્યો ને ડૂબી ગયો !!!
હવે , રામ ના મન માં મુંજવણ થાય ને હનુમાનજી હાજર થયા વિના રહે...એજ સમયેહનુમાન આવે છે ' શ્રી રામ જય રામ જય જય રામ ' ની ધૂન ગાતા ગાતા..હનુમાનજી જુએ છે , આજે રઘુનાથ કંઈક મુંજવણ માં લાગે છે. અને હનુમાનજી પૂછે છે , પ્રભુ કંઈ મુંજવણ માં છો કે શું ??
રામજી કહે છે , હા ! હનુમાન મુંજવણ તો છે પણ કોઈ ને કહે નહી તો કહુ !... અને હનુમાનજી કહે છે કે બોલો બોલો મારા બાપ ! હજી હું છું ને તમને સમસ્યા પડે.
રામજી હવે મૂળ વાત કહે છે કે , હનુમાન એક વાર મારા નામ માત્ર થી પથ્થરો તરી ગયા હતા અને તું એનો સાક્ષી પણ છે.. અને આજે મેં સરયુ માં પથ્થર નાખ્યો ને ડૂબી ગયો , આમ કેમ ??
ત્યારે હનુમાનજી કહે છે , બાપ ! તમે જેને છોડી દો એને પછી આ ત્રિભુવન માં કોની હિંમત છે કે એને તારી શકે !!! અને જવાબ સાંભળી ને રામજી રાજી રાજી થઇ ગયા ને બધી મુંજવણ નો જવાબ મળી ગયો.
તો મારા બાપ ! એટલા બધા જીવન માં જડ ને નીચા ન બની જતા કે હરિ પણ આપણને મૂકી દે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:
Post a Comment