Tuesday, 24 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

મારું અસ્તિત્વ તારા વગર નથી,
તારું અસ્તિત્વ મારા વગર નથી!

રડે છે તું અને આંખ મારી ભીની થાય છે,
હસુ છું હું અને સ્મિત તારા હોઠ પર પથરાય છે!

ઠેશ લાગે છે મને અને દર્દ તને થાય છે,
ઉદાસ થાય છે તું અને મુંઝવણ મને થાય છે!

તારા વગરની દુનિયા મને વિરાન લાગે છે,
તું હોય તો રણ પણ સ્વર્ગ સમાન લાગે છે!

શ્ર્વાસ હું લઉ અને હ્રદય તારું ધબકે છે,
તારા વગરનું જીવન, આ જીવન મને ખટકે છે!

આંખ બંધ કરુ તો તારી અનુભુતિનો અહેસાસ મને થાય છે,
તારા થકીતો જિંદગી જીવવાનો અર્થ મને સમજાય છે!

એ ફકત તું જ છે અને તું જ છે.........
........મારો "સાચ્ચો પ્રેમ".........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



જીવન માં વિચારવા જેવું .....

પેટમાં ઝેર પ્રવેશી ન જાય એની ભારે ચીવટ રાખતા આપણે 
આપણા મનમાં કુવિચારોનું ઝેર રેડયે જ જઇ છીએ અને એની 
આપણને કોઇ વ્યથા કે વેદના પણ નથી એ ખરેખર " કરુણતા " જ છે ને ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

 

આજ ની "અમૃત વાણી"

'તમે અને 'તમારુ' એનું નામ જ્ઞાન, અને
'હું; અને 'મારું' એનું નામ અજ્ઞાન.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ ની " ગમ્મત "

એક જંગલમાં સિંહ સિંહણને કિસ કરવા લાગ્યો તો 
સિંહણે એને રોક્યો અને આજુબાજુ જોવા લાગી.
સિંહે પૂછ્યું, 'કેમ, શું થયું?'
સિંહણઃ 'જોઉં છું, આજુબાજુમાં ડિસ્કવરીવાળા તો નથી ને,
સાલાઓ એમ.એમ.એસ બનાવી દે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


Sunday, 22 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવા ના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં "ધુમાડા" નથી હોતા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ ની "વાહ-વાહ"

વિઘ્નો તો જીવન માં અનેક આવે છે,
બસ પ્રતિકાર કરવાથી જ એનો "અંત" આવે છે.
ઘટના ક્રમ છે બધો કુદરત નો આ તો,
કે જેને પાનખર ઝીલી હોય એને જ "વસંત" આવે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠