Sunday, 25 December 2011


મનની "વેદના" જો સળવળે તો કવિતા રચાય,
હૃદયની "લાગણી" જો ઉછળે તો કવિતા રચાય,
વેદનાને જો "વાચા" મળે તો કવિતા રચાય,
દર્દને જયારે "શબ્દ" મળે તો કવિતા રચાય,
વહે જયારે આંસુની "નદી" તો કવિતા રચાય,
બને જો લોહી દર્દોની "શાહી" તો કવિતા રચાય,
ભીતરનું જો "સંગીત" સંભળાય તો કવિતા રચાય,
જાતને જયારે "ભૂલી" જવાય તો કવિતા રચાય,
હોઠ બંધ થાય અને "દિલ" બોલે તો કવિતા રચાય,
કલમ પણ મજબૂર થઇ "રડી" પડે તો કવિતા રચાય.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


અરમાનો ને રોકે , તેવી કોઈ મીનાર હોય તો સારું ,

દિલ ની ઈચ્છાઓ ને રોકે , તેવી કોઈ દીવાલ હોય તો સારું ,
મારે મૃત્ય પછી પણ તમને જોવા છે ,
મારી કબર માં નાની તિરાડ હોય તો સારું ,



◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Saturday, 24 December 2011



દુઃખ એ વાત નુ નથી કે એમણે 'ના' પાડી ,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા 'ના' પાડી ,
નયને 'હા' પાડવા છતા , તારી નજરે 'ના' પાડી ,
દિલે 'હા' પાડવા છતા , તારા હોઠે મને 'ના' પાડી ,
મારા પ્રત્યે ના વિશ્વાસે 'હા' પાડી છતા,તારા શ્વાસે 'ના' પાડી ,
ઈચ્છાઓ ઘણી હોવા છતા , તારા મન ના ડરે મને 'ના' પાડી
લખવા માગુ છુ ઘણુ બધુ પણ , આ 'પેને' મને 'ના' પાડી
'ના' ભલે પાડી પરંતુ મને , લાગે છે કે 'ના' છુટકે 'ના' પાડી....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

પપ્પુ(મેડીકલ વાળા ને): મને ઝેર ની શીશી આપો ને
મેડીકલ વાળા(પપ્પુ ને): હું એમ વગર પ્રીસ્કીપ્શને જેર નહિ આપી શકું,
પપ્પુ એ એના લગ્ન ની કંકોત્રી બતાવી,
મેડીકલ વાળા: બસ કર ગાંડા હવે રડાવીશ કે ?? બોલ નાની શીશી આપું કે મોટી ???

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

‎"સ્મશાન" ની બહાર બોર્ડ પર લખેલું વાક્ય....

" જીવન પ્રત્યે ની સચ્ચાઈ " 

રસ્તો તો તારો આજ હતો ,બસ પુરી થઈ આ જિંદગી આવતા આવતા....
શું મળ્યું તને આ સંસાર થી ,
તારા પોતાના એજ આપ્યો "અગ્નિદાહ" તને જતા જતા.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"


આવક પ્રમાણે નહિ,પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના 
કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.



◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


જીવન મા ક્યારેય "માતૃછાયા" અને "પિતૃછાયા" નો સાથ છોડશો નહી.
કારણ તમારા પોતાનો પડછાયો અધાંરા મા તમારો સાથ છોડશે.
પરંતુ તમારા "માતાપિતા" કેવા પણ કપરા સજોંગ તમારો સાથ નહી છોડે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠