Wednesday, 21 August 2013


આજ ની " ગમ્મત "

ગાંધીજી ના વસ્ત્ર માં એકપણ ખિસ્સા ન હતા 
પણ ......
જો આજે બધા ના ખિસ્સા માં ગાંધીજી છે....

કટાક્ષ......

અને આજ રૂપિયા માટે આજ ના આ મહાન નેતા ભારત ને લુંટે છે.
ચાલો આપણે બદલાવ લાવીએ...દેશ બદલીએ...
શરૂઆત કોઇ એકે કરવી પડશે...
આજ થી શોધો એક વીર ને તમારી અંદર ...
આજે એક નહી અનેક ગાંધી ,ભગત સિંહ, ચંદ્રશેખર,લાલબહાદુર,વલ્લભ ભાઇ ની જરૂરત છે આ દેશ ને..જો આજે તમે વર્તમાન બદલશો તો જ આ દેશ નું ભવિષ્ય બદલાશે.
બાકી આજે પણ આપણો દેશ ક્યાં આઝાદ થયો છે.
આજે પણ ગુલામી કરે છે ફક્ત મોઢા બદલાયા છે. દેશ નું અહિત કરનાર નાં
પહેલા અંગ્રેજો હતા.....આજે આપણા મહાન નેતા છે..
વિચારજો....
આપણા મહાપુરૂષો ની આહુતી વ્યર્થ ન જાઇ તે આપણા હાથ માં છે....


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

"જનની" અને "જન્મભૂમી" સ્વર્ગ કરતા પણ મહાન છે.
જય હિંદ .........
જય ભારત માતા..........
વંદે માતરમ ...........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Thursday, 15 August 2013


આજ નુ " કાવ્ય "

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !
પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.
એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,
એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
મારા દેશના સહુ શોષિતો,
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો
એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નો ચિત્ર "ઉપદેશ".....

મનુષ્ય એક દુકાન છે અને જીભ તેનું તાળું
જ્યારે તાળું ખુલે ત્યારે જ ખબર પડે કે......
દુકાન "સોના" ની છે કે "કોલસા" ની !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન" ......" રાષ્ટ્રગીત "

જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

" જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા।
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥ "

વંદે માતરમ એ ભારત દેશ નું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રીય સૂત્ર હતું.
વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનન્દ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.

સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદાં વરદાં માતરમ્

કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે
કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે
કે બલે મા તુમિ અબલે
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્

તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વ્મ્ હિ પ્રાણ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ
હૃદય઼ે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે

ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
બાણી બિદ્યાદાય઼િની ત્બામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્
ધરણીં ભરણીં માતરમ્

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

હમેંશા તમારા "વિચાર" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા વિચાર એ તમારા "શબ્દો" ... 

હમેંશા તમારા "શબ્દો" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા શબ્દો એ તમારુ "વર્તન" ... 

હમેંશા તમારા "વર્તન" ને હકારાત્મક રાખો
કારણ કે તમારુ વર્તન એ તમારી "આદત" ...

હમેંશા તમારી "આદત" ને હકારાત્મક રાખો
કારણ કે તમારી આદત એ તમારા "મુલ્ય" 

હમેંશા તમારા "મુલ્ય" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા મુલ્ય એ તમારી "નિયતિ"(ભાગ્ય) !!! 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન" ......"ભારતીય ધ્વજો" 

1) ભારતનો રાષ્ટ્રધ્વજ 
ક્ષિતીજ સમાંતર ત્રિરંગો. કેસરીયો સૌથી ઉપર, વચમાં સફેદ અને સૌથી નીચે લીલો. વચ્ચેના પટ્ટાની મધ્યમાં ઘાટા વાદળી રંગનું ચક્ર જેમાં ચોવીસ આરા છે, જે ચક્રને અશોક ચક્ર કહે છે.

2) ભારતના રાષ્ટ્રપતિ નો ધ્વજ
પ્રથમ પક્ષ: રાષ્ટ્રીય એકતા દર્શાવતી સારનાથની સિઁહાકૃતિ; બીજો પક્ષ: અજંતાની ગુફાઓમાંથી પ્રેરિત તાકાત અને શાંતિનો પ્રદર્શક હાથી; ત્રીજો પક્ષ: લાલ કિલ્લામાંથી લેવાયેલ તરાજુ જે ન્યાય બતાવે છે,; ચોથો પક્ષ: સારનાથથી પ્રેરિત કમળ જે સમૃદ્ધિ બતાવે છે.
આ ધ્વજ યુનાયટેડ કિંગડમના રોયલ સ્ટાંડર્ડ ને સમાન છે.

3)દીવાની ધ્વજ
લાલ વાવટો જેના ઉપલા ખૂણે ભારતનો ધ્વજ છે.

4)સૈન્ય ધ્વજ
a) ભારતીય સેનાનો ધ્વજ - લાલ ધ્વજમાં સૈન્ય બિલ્લો અબે ઉપરના ખૂણે ભારતીય ત્રિરંગો
b) ભારતીય નૌકાસૈન્યનો ધ્વજ - સફેદ ધ્વજ જેના ઉપલા ખૂણે ભારતીય ધ્વજ
c) ભારતીય વાયુસેનાનો ધ્વજ - આછા ભૂરા ધ્વજના ઉપલા છેડે ભારતીય ધ્વજ.
d) ભારતીય તટરક્ષક દળનો ધ્વજ - ભૂરો ધ્વજ જેના ઉપરના છેડે ભારતીય ધ્વજ અને તટરક્ષક દળનો બીલ્લો.

5)નૌકાદળના ધ્વજ 
ભારતીય નૌકા સૈન્યના એડમીરલ શ્રેણીનો ધ્વજ

6)રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશના ધ્વજ
જમ્મૂ અને કાશ્મીર સિવાય કોઈપણ રાજ્ય અને કે કેન્દ્ર શાસિત પ્રદેશને સત્તાવાર ધ્વજ નથી
a) ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીર નો ધ્વજ - જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ નો લાલ રંગ શ્રમ બતાવે છે. તેમાં ત્રણ સફેદ ઔભી પટ્ટીઓ રાજ્યના ત્ર ણ પ્રદેશ જમ્મુ, કાશ્મીર અને લડાખ દર્શાવે છે.અને તેની જમણી તરફ સફેદ હળ છે. તેનું પ્રમાણ ૩:૨ છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠