Saturday, 6 October 2012

આજ ની "ટૂંકી વાર્તા".."મુક્તાફળનો આસ્વાદ"

બેટા, તને ફળ લેવા મોકલ્યો હતો અને ખાલી થેલી લઈને પાછો આવ્યો? શું થયું? રસ્તામાં કંઈ અકસ્માત નડ્યો? કોઈ દોડતી ગાયે ફળ પાડી નાખ્યાં કે પછી પૈસા જ રસ્તામાં પડી ગયા?’ ફળ લેવા મોકલેલા દીકરાને ખાલી હાથે
આવેલો જોઈને પિતાએ પ્રશ્ન ની ઝડી વરસાવી. એમાં પુત્રની ચિંતા હતી.

બાર વર્ષના પુત્રે કહ્યું, ‘મેં તો આપની આજ્ઞાનું પાલન જ કર્યું છે. આપે મગાવેલાં ફળ કરતાંય ચડિયાતાં મીઠાં-મધુરાં ફળ આજે તો હું લઈને આવ્યો છું.’

પિતાજીએ પૂછ્યું, ‘ક્યાં છે ફળ?’

પુત્ર બોલ્યો, ‘પિતાજી, એ ફળનો આસ્વાદ લેતાં પહેલાં તમારે મારી વાત સાંભળવી પડશે. હમણાં જ એનો મધુરો સ્વાદ તમને ચખાડું. આવાં ફળ કદાચ જીવનમાં પહેલી વાર જ તમને ચાખવા મળશે.’

પિતાજી બોલ્યા, ‘કયાં ફળ? કોની વાડીનાં છે? કઈ ઋતુમાં ઊગે છે?’

પુત્ર બોલ્યો, ‘આ ફળ તો બારમાસી છે અને દુનિયાભરમાં ઉગાડી શકાય છે.’

પિતા બોલ્યા, ‘હવે તો તું જલદી સમજાવ ક્યાં છે ફળ?’

પુત્ર કહે, ‘પહેલાં મારી વાત સાંભળો. હું ફળ ખરીદવા ફ્રૂટમાર્કેટમાં ગયો. ત્યાં એક દૃશ્ય નિહાળી થંભી ગયો. શારીરિક રીતે એક અક્ષમ માણસ ભૂખથી તરફડી રહ્યો હતો. તેની આંખોમાં છવાયેલી દીનતા મારા હૈયાસોંસરવી નીકળી ગઈ. એ જ પળે મારા મનમાં વીજળીની માફક એક વિચાર આવ્યો - ફળ લાવવા આપેલા પૈસાની આ માણસને બહુ જરૂર છે. ભૂખ્યાને રોટી આપવી અને દુ:ખીને દિલાસો દેવો એ ઈશ્વરનો આદેશ છે. હું એ આદેશ અમલમાં મૂકીને આવ્યો છું પિતાજી. એ પૈસામાંથી હું તેના માટે ભોજનસામગ્રી લઈ આવ્યો. જમતાં-જમતાં તેની આંખોમાં આનંદની જે ચમક આવી અને મુખ પર સંતોષની જે લાગણી આવી, તેને જે અપૂર્વ આનંદ મળ્યો એનું ફળ ખૂબ જ મિષ્ટ-મધુરું લાગ્યું અને એની સામે બધાં ફળ ફિક્કાં લાગે. દેવોનેય દુર્લભ એ મુક્તાફળ આજે હું આપની પાસે લઈ આવ્યો છું. આપના જ આપેલા ઉપદેશનું મેં પાલન કર્યું છે.’

પુત્રની વાત સાંભળી પિતાની છાતી ગજ-ગજ ફૂલી. પુત્રને આપેલા સંસ્કાર આજે દીપી ઊઠ્યાં હતા. પુત્રને આપેલું શિક્ષણ આજે સાર્થક થયું હતું. પોતાના પરદુ:ખભંજક પુત્રને પિતા પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યા, ‘બેટા, આવા મુસ્તાફળનો આસ્વાદ તું જીવનભર મેળવતો રહે એવા મારા તને આર્શીવાદ છે.’

મુક્તાફળનો અદ્ભુત આસ્વાદ કરનાર, કરાવનાર એ બાળક હતા સંત રંગદાસ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Friday, 14 September 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

મારી દોસ્તીમાં નીતરતા પ્રેમને, 
તમે સમજયા નહીં, બધું સમજીને 
પણ તમે, સમજયા નહીં. 
આ દિલના એક-એક ધબકારે, 
સમય ગાળ્યો તમને સમજવા, 
છતાંય તમે સમજયા નહીં. 
ચાળણી કરી છે આ દિલની, 
સમયના ખંજરોએ, છતાંય 
જખ્મો તમે સમજયા નહીં.
છતાંય એક પણ ક્ષણ, 
દિલે તમને અવગણ્યા નહીં. 
કોશિશ હતી, છુપાવવાની તમને, 
છતાંય મારી "કવિતા" માં તમે છુપાયા નહીં.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

તરસ છે, તલબ છે, અરમાન છે, આરઝુ છે..
અને હું, આ સૌનું એક વેરાન એકાંત છુ,
સંબંધ વગર ના સંબંધ નો હું
પ્રેમ વગર નો પ્રેમ છું,
મારી વાસ્તવિક્તા એછે કે હું...
પ્રેમ કરવા ની હિમાકત તો છુ,
પરંતુ મારી પાસે પ્રેમ પામવા ની હેસિયત નથી...

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

બે દારુડીયા ઝાડ ઉપર ચડી ગયા,
થોડી વાર પછી એક દારુડીયો નીચે પડ્યો,
ઉપર વાળા દારુડીયા એ પુછ્યુ ...શ થયુ?
નીચે વાળો દારુડીયો કહે ...હુ પાકી ગયો,
ઉપર વાળો દારુડીયો કહે...હુ પણ થોડી વાર મા પાકી જઇશ્

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 8 September 2012


આજ ની "વાહ-વાહ"

લાગેલા ઘાવ ના ઝખમો તો ભરાઇ ગયા
પણ એની નીશાની છોડી ગયા…
તુ તો છોડી ને જતી રહી મને
પણ તારી યાદો મોત સુઘી દોરી ગઈ મને….

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

દુઃખ માં પણ સુખ નો અહેસાસ કરી જોજો.
ફુલો ની જેમ મસ્તક નીચ્ચે કરી જોજો
ઉકેલ મળી જશે જીવન ના બધા સવાલો ના
બસ એક વાર કોઇ ને પોતાના થી વધુ
"પ્રેમ" કરી જોજો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી