Wednesday, 5 September 2012
Sunday, 26 August 2012
આજ ની "ટૂંકી વાર્તા"...."સાચી શાંતિ"
શાંતિનો સાચો અર્થ સમજવા અને બીજાને સમજાવવા માટે એક રાજાએ શાંતિનો અહેસાસ કરાવે એવા એક ઉત્તમ ચિત્ર માટે સ્પર્ધાનું આયોજન કર્યું.
દેશ-વિદેશના કલાકારોએ એમાં નામ નોંધાવ્યાં. અનેક કલાકારોએ દિન-રાત એક કરી કલાક
ોની મહેનત બાદ ખૂબ જ સુંદર ચિત્રો તૈયાર કયાર઼્. બધાં જ ચિત્રો રાજાએ બારીકાઈથી જોયાં. ખૂબ જ સુંદર અને અદ્ભુત કહી શકાય એવાં ચિત્રો અલગ કાઢ્યાં.
છેલ્લે બે ચિત્રો રાજાને ખાસ ગમ્યાં અને એ બેમાંથી કોઈ પણ એક ચિત્ર ઇનામ માટે પસંદ કરવાનું હતું. રાજાએ પોતાના પ્રધાન અને બીજા અગ્રગણ્ય નાગરિકો અને કલાકારોની સમિતિ બનાવી અને તેમને નિર્ણય લેવા માટે કહ્યું.
એક ચિત્ર આવું હતું - શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે સરોવર સરસ દર્પણ હોય એવું લાગતું હતું. સરોવરની ઉપર રૂ જેવાં સુંવાળાં સફેદ વાદળોથી આચ્છાદિત આસમાની આકાશ હતું. જે લોકોએ આ ચિત્ર જોયું તેમને સૌને શાંતિનું એક સંપૂર્ણ ચિત્ર લાગ્યું.
બીજા ચિત્રમાં પણ પર્વતો હતા, પણ એ ખરબચડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. એમાંથી વરસાદ પડતો હતો અને સાથે વીજળીના ચમકારા હતા. પર્વતોની વચ્ચેથી ફીણવાળો ધોધ વહી રહ્યો હતો. આ ચિત્રને જોતાં શાંતિનો અહેસાસ ન થાય એવું બધાને લાગ્યું. પણ પછી રાજાએ ધોધની પાછળ ખડકના પોલાણમાં મજાનું એવું નાનકડું એવું ઝાડ, એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને પોતાની પાંખમાં જાળવીને બેઠું હતું એના પર બધાનું ધ્યાન ખેંચ્યું.
કોપાયમાન લાગે એવા ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચું એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિનો અહેસાસ થાય.
આ અહેસાસ બધાને થયો અને સમગ્ર સમિતિએ બીજા ચિત્રને પસંદ કર્યું. બીજા ચિત્રના ચિત્રકારને ઇનામથી નવાજવામાં આવ્યા અને શું કામ બીજું ચિત્ર પસંદ થયું એ દરબારમાં સમજાવતાં કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે ત્યાં અવાજ ન હોય, તકલીફ ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં એની વચ્ચે તમને દિલમાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ કહેવાય.’
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
આજ નુ "જ્ઞાન" ..... "આઠ રૂપ મહાલક્ષ્મી ના"
દેવી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે વ્યક્તિ ઘણા પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર મહાલક્ષ્મીના આઠ રૂપ જણાવવામાં આવે છે.
1 ધન લક્ષ્મી – લક્ષ્મીના આ રૂપની સાધના કરવાથી સતત ધનની પ્રાપ્
તિ થાય છે.
2 યશ લક્ષ્મી – લક્ષ્મીના આ રૂપની પૂજા કરવાથી સમાજમાં માનસન્માન, યશ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
3 આયુષ્ય લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપની સાધનાથી દીર્ઘાયું તથા સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ઉપાસક નિરોગી રહે છે અને સુંદર શરીર વાળા બની રહે છે.
4 ગજ લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને વાહનોનું સુખ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના બધા ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ખરેખર તો તે ગજ લક્ષ્મી છે પણ આજના જમાનામાં તે વાહનને રૂપે પૂજાય છે.
5 સ્થિર લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપનું પૂજનથી વ્યક્તિના ઘરમાં અપાર ધન સંપદા હંમેશા રહે છે.
6 ગૃહલક્ષ્મી – લક્ષ્મીના આ રૂપની પૂજા કરવાથી વ્યક્તિને સર્વગુણ સંપન્ન પત્નીની પ્રાપ્તિ થાય છે. ગૃહ લક્ષ્મીની આરાધનાથી સુંદર, સુ-વિચારનારી પત્નીની પ્રાપ્તિ થાય છે.
7 સંતાન લક્ષ્મી – દેવી રૂપને પૂજનથી ભક્તને સદબુદ્ધિ વાળા સંતાનની પ્રાપ્તિ થાય છે. એવા સંતાન માતા-પિતાનું નામ રોશન કરનાર હોય છે.
8 ભવન લક્ષ્મી – જો આપને પોતાનું ઘર બનાવવાનું છે તો આપ ભવન લક્ષ્મીની પૂજા કરો, વધારે ઝડપથી આપના પોતાનું ઘર બની જશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Monday, 6 August 2012
આજ નુ "જ્ઞાન" ......સોમનાથ જ્યોતિર્લિંગ
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે, જેનું અનેરું મહત્વ છે. મહાત્મ્ય અને તેની રસપ્રદ વાતો...
1 સોમનાથ મહાદેવ પ્રથમ, સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. દક્ષપ્રજાપતિની દિકરીઓ ચંદ્રને પરણાવેલી હતી. ચંદ્ર તેમાંથી રોહિણ
ીને વધારે પ્રેમ કરતો હતો, માટે બાકીની કન્યાઓ એ, તેના પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષે ક્રોધમાં આવી ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.
2 ક્ષયના રોગથી ત્રાસીત થઈને ચંદ્ર, ઈન્દ્ર પાસે જાય છે. ઈન્દ્રએ શિવજીને મનાવવા કહ્યું. ચંદ્રએ પ્રભાસ ક્ષેત્ર પસંદ કર્યું અને ત્યાં તેણે શિવજીનું તપ કર્યું. શિવજી ચંદ્રના તપથી પ્રસન્ન થયા અને ચદ્રને વરદાન આપતા કહ્યું ‘‘ દક્ષનો આ શ્રાપ સંપૂર્ણ તો નાશ નહીં પામે પણ તમારા ક્ષયનું સ્વરૂપ પંદર દિવસ રહેશે. પંદર દિવસ તમે સાજા-સારા સ્વરૂપમાં આવી જશો.’’ રીતે સુદ-વદ પક્ષનો પ્રારંભ થયો.
3 આ સમયે ચંદ્રદેવે શિવજીને વારંવાર વંદન કરી અને કહ્યું કે તમે અહીં બિરાજમાન થાવો. ચંદ્ર દેવની આ પ્રાર્થનાનો આદર કરી અને શિવજીએ તેમના જ્યોતિ સ્વરૂપમાં ત્યાં લિંગ રૂપે બિરાજમાન થયા. આ સમયથી તે સોમનાથ – સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ – તરીકે પ્રસિદ્ધ થયા.
4 સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. પૂ.649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું જે લાલ પથ્થરમાંથી નિર્માણ પામ્યું છે. મહમદ ગઝનવીએ સોમનાથના મંદીરના મૂલ્યવાન ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.
5 સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભારે ઝાકમઝોળથી આ ભોલેનાથને રાખવામાં આવતા હતા. સોમનાથનું આ ભવ્ય મંદિર ઈતિહાસની નજરે જોતા ઘણીવાર તૂટ્યું છે, પણ ફરી તેનો કોઈને કોઈ ઉદ્ધારક આવી ચડે છે અને ભવ્યથી પણ ફરી ભવ્ય બનાવવામાં આવે છે.
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
આજ ની "ટૂંકી વાર્તા"....." વિશ્વાસ "
એક આરબ પાસે ઊંચો સફેદ ઘોડો હતો. સુંદર અને પાણીદાર ઘોડો દોડે તો જાણે હવા સાથે વાતો કરે. તે આરબ પોતાના ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો.
એક બીજા આરબને આ ઘોડો લઈ લેવાની ઇચ્છા જાગી. તેણે પેલા આરબને કહ્યું કે હું
તને ચાર ઊંટ આપું, તું તારો આ ઘોડો મને આપી દે.
આરબે ઘોડો આપવાની ના પાડી અને કહ્યું, ‘ચાર ઊંટ શું? કોઈ પણ કિંમતે હું મારો પ્રિય ઘોડો નહીં આપું.’
પેલા બીજા આરબને થયું સીધી રીતે ઘોડો મને મળી શકે એવી કોઈ શક્યતા નથી, પણ મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ કરું. તેણે એક યુક્તિ વિચારી.
બીજો આરબ ટૂંકા રસ્તેથી આગળ જઈ પેલા આરબના માર્ગમાં એક રોગી, અશક્ત ફકીર બનીને બેસી ગયો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.
થોડી વાર પછી આરબ ઘોડા સાથે ત્યાંથી પસાર થયો. તેને આવતો જોઈને ફકીરે બૂમો પાડવા માંડી અને વેદનાભર્યા અવાજે કહ્યું, ‘કોઈ દયા કરો મારા પર, હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી. મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો... મદદ કરો... અલ્લાહ તમારું ભલું કરશે.’
આ સાંભળી આરબને દયા આવી અને તે બોલ્યો, જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઊતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી.
ઘોડાવાળા આરબે બૂમ મારીને કહ્યું કે તને ખુદાના સોગંદ છે થોભી જા...
પેલો આરબ થોડો અટક્યો. ઘોડાવાળા આરબે કહ્યું, ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું તેની સારસંભાળ બરાબર લેજે, પરંતુ આવી રીતે તેં દગો કરીને, ધોખો કરીને, વિશ્વાસઘાત કરીને ઘોડો પડાવી લીધો છે એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોનો ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહીં જાય.’
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
આજ નુ "કઈંક અવનવું" ...."દીકરી".
ઔંસ ના ટીપા જેવી હોય છે દીકરી.
મા-બાપ ની દુલારી અને જાન થી પણ
પ્યારી હોય છે દીકરી.
મા-બાપ જો દર્દ માં હોય તો હમદર્દ થાય છે દીકરી
રોશન કરે છે દીકરો બસ એક જ કુળ ને.
પર બે-બે કુળ ની લાજ હોય છે દીકરી
હીરો જો હોય દીકરો તો સાચ્ચું મોતી છે દીકરી
કાંટા ના રસ્તા પર ચાલે છે દીકરી
અને બીજા ની રાહ મા ફુલ બને છે દીકરી
કહેવાય છે પારકી થાપણ દીકરી
પણ દીકરા થી પણ વધુ આપણી હોય છે દીકરી.
એક પ્રણામ દુનિયા ની દરેક માઁ,બહેન અને દીકરી ને.
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
Subscribe to:
Posts (Atom)






