Saturday, 14 April 2012
મારા પ્રેમાળ......."પરમાત્મા"
કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે
જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો
વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો
હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ " કાવ્ય "
એ જ એનો એ રહ્યો હું બાળપણ ચાલ્યું ગયું,
પ્રેમનું-વિશ્વાસનું વાતાવરણ ચાલ્યું ગયું.
થઈ ગઈ કેવી યુવાની એક તોફાની નદી,
સાવ નિર્મળ જળભરેલું જ્યા ઝરણ ચાલ્યું ગયું.
પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો,
ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું.
આવડ્યું ના વૃદ્ધ થાતા પણ ચાલ્યા સતત,
ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.
ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
સવાર માં ઉઠીને આંખોખોલતા પહેલા કોઈનો "ચેહરો"
જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે ,
મંદિર માં "દર્શન" કરતી વખતે પાસે કોઈ ઉભું છે.
એવો આભાસ થાય એ પ્રેમ છે
આખા દિવસ નો "થાક" જેની સાથે બેસવાની કલ્પના માત્ર
થી દુર થઇ જાય એ પ્રેમ છે ,
માથું કોઈના ખોળા માં મુકીને લાગે કે
મન હળવું થઇ ગયું એ પ્રેમ છે ,
લાખ પ્રયત્નો ચાહતા જેને નફરત ના કરી શકો ,
ભૂલી ના શકો એનું નામ પ્રેમ છે ,
આ વાંચતી વખતે જેનો ચહેરો "નઝર"
સામે તરવરે એ તમારો "સાચ્ચો પ્રેમ" છે ......
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Subscribe to:
Posts (Atom)






