Saturday, 17 March 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

Saturday, 3 March 2012


આજ ની " ગમ્મત "

ગપ્પું - આજે મને તો બગીચા માંથી પાંચ રૂપિયા નો સિક્કો મળ્યો.
પપ્પું - એ મારો જ છે.કાલે હું જ્યારે અહી રમતો હતો ત્યારે ખિસ્સા માંથી પડી ગયો હતો.
ગપ્પું - પરતું મારી પાસે અઢી-અઢી રૂપિયા ના બે સિક્કા હતા.
પપ્પું - લાગે છે નીચે પડવાથી તેના બે કટકા થઇ ગયા હશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

અરે કોઈ ભીંતેથી ઉતારો આ આયના;
મારું પ્રતિબિંબ હવે એમાં દેખાય ના.

કમબખ્ત યાદ પણ સનમની એવી છે;
મને રડાવ્યા વિના કદી પાછી જાય ના.

આંસુની નદી વહેતી રહે છલોછલ એવી;
આ આંખોના બન્ને કિનારે એ સમાય ના.

કર્યા પ્રભુએ હસ્તાક્ષર હર પાંદડે પાંદડે;
પામર એવા આપણાથી એ વંચાય ના.

સૌને પિવડાવે આંખોથી સાકી રોજબરોજ;
ધરે પયમાના મને તો, આંખોથી પાય ના.

કરે એ મોઘમ ઇશારો નશીલી આંખોથી;
હાય! મુજ બેવકૂફને જરા ય સમજાય ના.

છે થોડી નજમ ને ઠાલી વાહવાહ દોસ્તોની;
એના સિવાય મારી બીજી કોઈ કમાઈ ના. 

થઈ એવી બૂરી હાલત નટવરની પ્રેમમાં;
દુઆ કરો,યારો એવી કદી તમારી થાય ના.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

વાદળો ઘેરાયા અને રેશ્મી ઝુલ્ફોની યાદ આવી ગઈ,
ટહુકી કોયલ; તારા મીઠા અવાજની યાદ આવી ગઈ,
આસમાની બુંદો એ ભીંજવ્યા મારા ગાલ ને,
વન ની લહેર ની પેલી વનઝાર "યાદ" આવી ગઈ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું રોવું અને તારું મન રોતું હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે,
હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે,
ઘા મારો હોય અને દર્દ તને થયું હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે ,
કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે .

યાદ નથી પણ જરુર એમ જ હશે ,
દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે .

મારી માં , મારી માં , મારી માં …….

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી