Saturday, 3 March 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

તારી મોરલીએ મન મોહ્યાં રે, ઘેલી થઈ ગિરધરિયા રે !

દોણી વિના હું દોહવા બેઠી ને સાડી ભીંજી નવ જાણી રે;
વાછરડાંને વરાંસે બેઠા મેં તો બાળક બાંધ્યા તાણી રે.

સાસુ કહે : વહુને વંતર વળગ્યું, અખેતરિયા ઉતરાવો રે;
દિયર કહે : ભાભીને બાંધો, એને સાટકડે સમજાવો રે.

નણદી કહે : નિત્ય નિત્ય દેખું, ‘કહાન કહાન’ મુખ બોલે રે,
પડોશણ કહે : એની પેર હું જાણું મોરલીએ મન ડોલે રે.

તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે;
નાવલિયાને મેં નેતરે બાંધ્યો ઘરનો ધારણ જાણી રે.

ધન્ય રે વૃંદાવન, ધન્ય એ લીલા, ગોરસ ને ગોપી રે;
ધન્ય નરસૈંયા ! તારી જીભલડીને, વૃંદાવન રહ્યાં ઓપી રે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

આ રૂડી ને રંગીલી રે, વાલા તારી વાંસળી રે લોલ..
મીઠી ને મધુરી રે, માવા તારી મોરલી રે લોલ..

વાંસલડી મારે મંદિરીયે સંભળાય જો..
પાણીડાંની ભરો રે, જીવન જોવા નીકળી રે લોલ... રૂડી ને રંગીલી રે

બેડા મેલ્યા માં સરોવર પાળ્ય જો..
ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ.. રૂડી ને રંગીલી રે

ગોપી ચાલ્યા વનરા તે વનની મોજાર જો..
કાનવર કોકિલા રે કેડો મારો રોકી ઉભા રે લોલ.. રૂડી ને રંગીલી રે

કેડો મેલો પાતળિયા ભગવાન જો..
સસુડી હઠીલી મારી, નણદલ મેણા બોલશે રે લોલ.. રૂડી ને રંગીલી રે

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો,
હળવા હળવા હાલો રે તમે, રાણી રાધિકા રે લોલ.. રૂડી ને રંગીલી રે

જીવડો મારે આકુળ વ્યાકુળ થાય જો,
કોઈએ દીઠો મારો કામણગારો કાનજી રે લોલ.... રૂડી ને રંગીલી રે

નીરખી નીરખી થઇ છુ હું તો ન્યાલ જો,
નરસૈયાના સ્વામી રે, બાયું અમને ભલે મળ્યા રે લોલ.. રૂડી ને રંગીલી રે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

ભુલોથી અનુભવ વધે....
અને અનુભવ વધતા ભુલો ઘટે........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

ગરીબ હોવું એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે 
અને ધનાવાન હોવું એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

આખી જિંદગી તને પ્રેમ મળે,
જે તારા હૃદયમાં હોય તે તને હઝારો વખત મળે ,
વિખુટા પડી જાય છે કેટલાક લોકો મળ્યા પછી ,
જે કડી ના તૂટે એવો અતૂટ પ્રેમ તને મળે ....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

કોણ અહીં પોતાના કોણ પરાયા છે,
એ દોસ્તો માં જ દુશ્મનો દેખાયા છે,

કાંટાઓથી તો ઇજા પામે છે માણસો,
અમારા પગ તો ફુલો થી જ ઘવાયા છે,

આંસુ નીકળતા હાથ આગળ આવતા,
અમને આજે એ હાથોએ જ રડાવ્યા છે,

કહે છે કંઇક મજબુરી ની વાત હોય શકે,
એ મજબુરી એ તો ઘણાને જીવાડ્યા છે,

જે હોય,નક્કી કેમ કરૂ પારકા પોતાનાનુ,
આજે એ સવાલે જ તો અમને હંફાવ્યા છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી