Wednesday, 1 February 2012


આજ ની "અમૃત વાણી"

વાત સાવ ટુકીટચ છે, લાગણીઓ લાંબી લચ છે,
સુખ અને દુઃખ બે છેડા, "જિંદગી" વચ્ચો વચ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં શ્રીમત માં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,પણ પોતા ના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રો થી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ – ડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું આને જ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહ મા આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછ સે સંસ્કૃતી કોને કહેવાય છે ?
એક વાર તો દિલ ને સાંભળો ,બાકી મન તો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લઇ એ મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

તમારા સમ્માન કરતા તમારા ચારિત્ર્ય પ્રતિ વધારે
ગંભીર રહેજો. તમારું ચારિત્ર્ય જ બતાવે છે કે
વાસ્તવમાં તમે કેવા છો. જ્યારે સમ્માન તો માત્ર એટલું જ
દર્શાવે છે કે બીજાંઓ તમારા વિશે શું વિચારે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી
આજ ની "અમૃત વાણી"

અસલી સોનું અગ્નિપરીક્ષાથી પાછું પડતું નથી, 
કારણ કે તેમાંથી જ તે વધુ "ખરું" થઈને નીકળે છે .


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

ADMIN ...."સંદેશ"

મિત્રો આજ નો આ સદેંશ દરેક ના જીવન માં જરૂર મદદરૂપ થશે.
દુનિયા ના દરેક મનુષ્ય ના જીવન માં સુખ દુઃખ તો આવે છે. 
પણ કહેવાય છે કે

"સુખ માં મનુષ્ય ને જે વસ્તુ શીખતા મહિના કે વર્ષ લાગે છે.
તે જ વસ્તુ દુઃખ માં શીખતા મનુષ્ય ને કલાક કે દિવસ લાગશે".

જેમ ભણતર માં પ્રગતિ કરવા માટે પરીક્ષા મા પાસ થવુ મહત્વપુર્ણ છે 
તેવી જ રીતે જીવન માં પ્રગતિ કરવા માટે પણ આ પરીક્ષા મા પાસ થવુ મહત્વપુર્ણ છે.
ફરક માત્ર એટલો જ છે કે જીવન ની આ પરીક્ષા ને આપણે દુઃખ નું નામ આપીએ છીએ
અને તે આપણા પરમક્રૂપાળુ પરમાત્મા દ્વારા કરવા મા આવેલી હોય છે. જે થોડી કઠીન હોય છે.
પરતું મિત્રો જે આ દુઃખ ને પસાર કરી જાણે તેજ જીવન માં ઉતીર્ણ થાય છે.
દુઃખ માં આપણ ને જીવન ની કિંમત મનુષ્ય ની અને વસ્તુ ની કિંમત સમજાય છે.
જે આગળ જતા સુખ માં ખુબ મદદગાર થાય છે.
મિત્રો આપણે બધા આપણા પરમાત્માં ના પ્રિય બાળક છીએ.અને પરમાત્માં ક્યારે પણ તેના
બાળક ના આંખ માં આસું ના જોઇ શકે..
માટે મિત્રો આ થોડા દિવસ ના આ દુઃખ ને હાસ્ય થી પાર કરી લેજો 
પછી સાચ્ચે જ આ જીવન ખુબ જ સરસ લાગશે અને બસ સાથે તમારા
પરમાત્મા પર શ્રઘ્ધા રાખજો.....

મિત્રો દુઃખ જેવુ કાંઇ જીવન માં હોતું નથી તે તો ફક્ત આપણા વિચાર માં રહેલું હોય છે.
મિત્રો જો તમને લાગે કે આ પોસ્ટ તમારા જીવન માં ક્યાંક મદદરૂપ થાય તો લાઇક કરજો .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

રાધિકા ગોરી સે, બિરજ કી છોરી સે, મૈયા કરાદે મેરો બ્યાહ
ઉમર તેરી છોટી હૈ, નજર તેરી ખોટી હૈ, કૈસે કરા દું તેરો બ્યાહ.
જો નહી બ્યાહ કરાયે, તેરી ગૈયા નાહી ચરાઉં
આજ કે બાદ મેરી મૈયા, તેરી દહેલી પે ન આઉં.
ચંદન કી ચોકી પે, મૈયા તુજકો બેઠાઉં
અપની રાધા સે મેં, ચરણ તેરે દબવાઉં...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી