Monday, 2 January 2012


જીંદગી મારી પાસે આવી , 
એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ...
પણ એણે મારી પાંખો કાપી લીધી ,
જીંદગીએ કહ્યું'તું દોડ અને પહેલી આવ,
પણ એણે મારા પગ સાંકળે બાંધી દીધા.
જીંદગીને પાછું ટીખળ સૂજ્યું તો કહે એક સુંદર ચિત્ર બનાવ,
પણ એણે મારી આંગળીઓ થીજાવી દીધી...

હવે ?

જીંદગીનાં એ પડકારો મેં ઝીલી લીધા...
મેં જીંદગીની સામે સંઘર્ષ છેડ્યો એવો કે.....
જીંદગીએ પોતે મને પાંખો આપી દીધી.
મારા પગ છોડી દીધા...
મારી આંગળીઓ ફરકાવી દીધી....

એ શું હતું ?

એ હતી મારી જીજીવિષા...?
એ હતો મારો જીંદગીમાં વિશ્વાસ ...?
એ હતો મારો ઝઝૂમી લેવાની પ્રેરણા..


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પુસ્તક ના પાના બદલતા વિચારુ છુ...
કે જીવન બદલાય જાય તો શું વાત.....

સપના માં જે દરરોજ મળે છે....
તે હકીકત મા આવી જાય તો શું વાત.....

કોઈ મતલબ માટે શોધે છે બધા મને....
વગર મતલબે જો કોઈ આવે તો શું વાત.....

કત્લ કરી તો બધા લઈ જાશે દીલ મારું....
કોઈ વાતો થી જો લઈ જાય તો શું વાત.....

જે શરીફો ની શરાફત મા વાત નથી....
એક શરાબી તે કહી જાય તો શું વાત.....

મારા રહ્યા સુધી ખુશી આપીશ બધા ને....
જો કોઇ ને મારી "મૌત" પર ખુશી મળી જાય તો શું વાત...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


સુખ અને દુઃખ તો દરેક ના જીવન માં આવે છે
પરતું કેવી પણ સમસ્યા માં સદા ચહેરા પર "સ્મિત" રાખે તે જ.......
ઈશ્ર્વર નું સર્વ શ્રેષ્ઠ સર્જન "મનુષ્ય"......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

શ્વાસ ખુટી જાય અને ઈચ્છા ઓ બાકી રહી જાય, તે..... "મોત" !
ઈચ્છા ઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે ......"મોક્ષ"!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

ઝુકેલી નઝર થી જોયું તમે અમને,
તમારી આ અદા કેમ ના ગમે અમને,
એક પ્રશ્ન થાય મારા મન માં,
પ્રેમ માં છો તમે કે "વહેમ" માં છીએ અમે??

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

નયન ને બંધ રાખી ને મેં તમને જોયા છે..
નયન ને બંધ રાખી ને મેં તમને જોયા છે..

આવી રીતે લગ્ન કરી ને બિચારા કેટલા "રોયા" છે !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......

લક્ષ્મી " પુણ્ય " થી મળે છે."
મહેનતથી મળતી હોત તો મજૂરો પાસે કેમ નથી?
બુદ્ધિથી મળતી હોત તો પંડિતોની પાસે કેમ નથી?
જીવનમા સારી સંતતિ, સંપત્તી અને સફળતા "પુણ્ય" થી જ પ્રાપ્ત થાય છે.!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠