Sunday 16 February 2014


આજ નો ચિત્ર "ઉપદેશ".....

"ચિંતા" અને "તનાવ" તો પક્ષી જેવા છે.
જેને આપણે આપણી આસપાસ થી ઉડતા અટકાવી નથી સકતા.
પરતું તેમને મન માં "માળો" બનાવતા તો રોકી જ શકીએ 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

"દેવું" ,"અગ્નિ" અને "શત્રુ" ને સપૂંર્ણ નિર્મૂળ કરવાં ,
જો થોડા પણ બાકી રાખશો તો તમને "નિર્મૂળ" કરશે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

ગુમાન "પોકળ" છે ,સ્વમાન "નક્કર" છે.
આપણાં સિવાય આપણું "સન્માન" કોઈ સાચવતું નથી .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

એક વખત એક સેલ્સમેન પોતાની પ્રોડક્ટ વેચવા એક વ્યક્તિ પાસે જાય છે. 
સેલ્સમેન : હેલ્લો સર તમે ટુથપેસ્ટ કઇ કંપની નુ વાપરો છો ?
છગન : બજંરગ નું સર .
સેલ્સમેન : ઓકે,તમે સાબુ કયો વાપરો છો ?
છગન : બજંરગ નો સર .
સેલ્સમેન : ઓકે, તમે પાવડર કયો વાપરો છો ?
છગન : બજંરગ નો સર .
સેલ્સમેન : ઓકે,તમે તેલ કયું વાપરો છો ?
છગન : બજંરગ નુ સર .
સેલ્સમેન : સર આ બજરંગ કોઇ નવી કંપની છે. ?
છગન : ના.... મારો "રૂમ મેટ" !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

હતો પ્રથમ પ્રેમ જ સાચો તો ,
અહી બીજીવાર પ્રેમ કેમ થયો ?
અને હતો બીજો પ્રેમ જ સાચો ,
તો પ્રથમ પ્રેમ "યાદ" કેમ રહ્યો ..?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

"બેવફા હરદમ રહ્યા મારાથી એ,
જેમના થી મેં સદા વફાદારી કરી,
એ સદા કરતા રહ્યા મારો વિરોધ 
જેની મે હરદમ તરફદારી કરી" .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

"માં" એટલે મને લેવા પોતાની જિંદગી ને મૌત ના હાથ માં 

સોંપી ને મારો હાથ ઝાલી ને દુનિયા માં લઇ આવતો " દેવદૂત " 


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ નુ " કાવ્ય "


લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." પ્રગતિ તરફ પગલાં "

ખેડૂતે ખેતરમાં વાવણી કરી. આખા ખેતરને ખેડી ઉચ્ચતમ બીજનું વાવેતર કર્યું અને પ્રેમથી જાળવણી કરી.

થોડા દિવસ બાદ બાજુ-બાજુમાં જમીનની થોડે અંદર રહેલાં બે બીજમાં અંકુર ફૂટ્યા. બીજમાંથી ફૂટેલા કુમળા અંકુર સામે બે વિકલ્પ હતા: ત્યાં જ સુષુપ્ત પડ્યા રહેવું અથવા ઝીણી હિંમતની તાકાત અને આગળ વધવાની ઝંખના સાથે પથ્થર, ધૂળ, માટીની દીવાલ ભેદીને જમીનમાંથી બહાર આવવું.

નાના બીજના અંકુરે મોટા બીજના અંકુરને કહ્યું, ‘ભાઈ, ઉપર તરફ ન જઈશ. ત્યાં મોટો ભય છે. રસ્તામાં તારી કુમળી કાયા ભારેખમ પથ્થરોમાંથી રસ્તો કરવામાં લોહીલુહાણ થઈ જશે. બહાર નીકળીશ તો લોકોના પગ તળે ચગદાઈ જઈશ. બધા તને રગદોળી નાખશે એના કરતાં અહીં જ ધરતીમાના ખોળામાં થોડા દિવસની જિંદગી જીવી લઈએ.’

મોટા બીજે નાના બીજનો ડર અનુભવ્યો, પણ બધું સાંભળીને પણ હિંમત ન હાર્યું. નાના બીજાંકુરને પણ તેણે પોતાની સાથે આવવાની હિંમત આપી, પણ નાના બીજે ના પાડી દીધી.

મોટું બીજાંકુર ધીમે-ધીમે ચૂપચાપ ધરતીમાંથી માર્ગ કરીને ઉપર તરફ ગતિ કરવા લાગ્યું. ધીમે-ધીમે ધરતીનું પડળ પાર કરીને ઉપર નીકળી આવ્યું અને ધરતીની નીચેના પેટાળના અંધકારમાંથી સૌંદર્યભરી સૃષ્ટિનો એક ભાગ બન્યું અને સ્મિત કરવા લાગ્યું.

સૂર્યદેવે એને તડકાનું સ્નાન કરાવી આવકાર્યું, હવાએ વહાલભર્યો વીંઝણો નાખ્યો, વર્ષાએ શીતલ જલનું પાન કરાવ્યું. ખેડૂત એને નિહાળી ખૂબ ખુશ થયો.

બીજ વૃદ્ધિ પામતું ગયું. ઝૂમતું, લહેરાતું, ફાલતું અને ફળતું એક દિવસ ફળોથી લચી પડેલું ઝાડ બન્યું અને પોતાનાં જેવાં અસંખ્ય બીજોનું નિર્માતા બન્યું. પોતાના જીવન અને સંઘર્ષથી આત્મસંતોષ અનુભવી રહ્યું. નાનું બીજ હિંમત હારી જઈને ત્યાં જ પડ્યું રહ્યું, પસ્તાયું. થોડા દિવસમાં સુકાઈ ગયું.

ભય અને સંકુચિતતા પ્રગતિમાં અવરોધક છે. પ્રગતિ પ્રાપ્ત કરવા મક્કમ પગલાં ભરતા રહો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Sunday 9 February 2014


આજ ની "અમૃત વાણી"

ક્રોધ નો આરંભ "મુર્ખતા" થી જ થતો હોય છે.
અને એેની પૂણાહૂતિ "પ્રશ્ર્ચાતાપ" થી થાય છે. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

માત્ર માણશો જ રડતા રડતા "જન્મે" છે.
ફરિયાદ કરતા જીવે છે,અને નિરાશ "મરે" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

એક ગુજરાતી દરિયા માં ડુબી રહ્યો હતો...
તેણે ભગવાન ને પ્રાર્થના કરી ને કીધું ...
કે જો તમે મને બચાવશો તો હું 100 ગરીબ ને ખીચડી ખવડાવીશ.
અચાનક એક મોજુ આવ્યુ અને તેને બહાર ફેકી દીધો.....
ગુજરાતી ઊપર જોઇ ને તરત બોલ્યો...કઇ ખીચડી,કેવી ખીચડી...
તરત એક બીજુ મોજુ આવ્યુ અને તેને દરિયા માં પાછું ખેચી ગયુ.
ગુજરાતી એ મોટી બુમ પાડી એટલે એમ નઇ......
" વઘારેલી કે સાદી ખીચડી " ....???????

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન" ...." ભારત રત્ન "

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. 
આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે. (# = મરણોપરાંત)
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રી નું નામ જાણીતું છે.

ભારત રત્નથી સન્માનિત 

નામ , વર્ષ , યોગદાન .

૧. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન , ૧૯૫૪ , બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક.
૨. સી.રાજગોપાલાચારી , ૧૯૫૪ , છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની.
૩. ડો.સી.વી.રામન , ૧૯૫૪ , નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી 
૪. ડો.ભગવાનદાસ , ૧૯૫૫ , દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની.
૫. ડો.એમ.વિશ્વેશ્વરૈયા , ૧૯૫૫ , ભાખરાનાગલ બંધના નિર્માતા,સિવિલ એન્જી. 
૬. જવાહરલાલ નહેરુ , ૧૯૫૫ , પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક.
૭. ગોવિંદવલ્લભ પંત , ૧૯૫૭ , સ્વાતંત્ર્ય સેનાની,ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી.
૮. ધોન્ડો કેશવ કર્વે , ૧૯૫૮ , શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. 
૯. ડો.બી.સી.રોય , ૧૯૬૧ , ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. 
૧૦. પુરુષોત્તમદાસ ટંડન , ૧૯૬૧ , સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. 
૧૧. ડો.રાજેન્દ્રપ્રસાદ , ૧૯૬૨ , પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. 
૧૨. ડો.ઝાકીર હુસેન , ૧૯૬૩ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ,જામીયા મિલિયાના સ્થાપક. 
૧૩. ડો.પી.વી.કાણે , ૧૯૬૩ , સંસ્કૃતના વિદ્બાન
૧૪. લાલબહાદુર શાસ્ત્રી # , ૧૯૬૬ .બિજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. 
૧૫. ઈન્દિરા ગાંધી , ૧૯૭૧ , પ્રથમ મહિલા વડાપ્રધાન. 
૧૬. ડો.વી.વી.ગીરી ૧૮૯૪–૧૯૮૦ ૧૯૭૫ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. આંધ્ર પ્રદેશ
૧૭. કે.કામરાજ # , ૧૯૭૬ , સ્વાતંત્ર્ય સેનાની. 
૧૮. મધર ટેરેસા , ૧૯૮૦ નોબૅલ વિજેતા(શાંતિ, ૧૯૭૯). 
૧૯. વિનોબા ભાવે # , ૧૯૮૩ , ભૂદાન ચળવળનાં પ્રણેતા. 
૨૦. અબ્દુલગફાર ખાન , ૧૯૮૭ , સરહદનાં ગાંધી,સ્વાતંત્ર્ય સેનાની.
૨૧. એમ.જી.રામચંદ્રન # , ૧૯૮૮ , ફીલ્મ અભિનેતા,તામિલ નાડુના ભૂ.પૂ.મુખ્ય મંત્રી.
૨૨. ડો.ભિમરાવ આંબેડકર # , ૧૯૯૦ , બંધારણ સભાનાં પ્રમુખ. 
૨૩. નેલ્સન મંડેલા , ૧૯૯૦ , રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા.
૨૪. રાજીવ ગાંધી # , ૧૯૯૧ , ભૂ.પૂ.વડાપ્રધાન. 
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ # , ૧૯૯૧ , સ્વાતંત્ર્ય સેનાની,લોખંડી પૂરૂષ. 
૨૬. મોરારજી દેસાઈ , ૧૯૯૧ , ભૂ.પૂ.વડાપ્રધાન,સ્વાતંત્ર્ય સેનાની. 
૨૭. મૌલાના અબ્દુલકલામ આઝાદ # , ૧૯૯૨ , સ્વાતંત્ર્ય સેનાની,શિક્ષણશાસ્ત્રી.
૨૮. જે.આર.ડી.તાતા , ૧૯૯૨ , મહાન ઉધોગપતિ. 
૨૯. સત્યજીત રે , ૧૯૯૨ , ફિલ્મ સર્જક 
૩૦. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ , ૧૯૯૭ , વૈજ્ઞાનિક, ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. 
૩૧. ગુલઝારીલાલ નંદા , ૧૯૯૭ , સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. 
૩૨. અરુણા અસફઅલી # , ૧૯૯૭ , સ્વાતંત્ર્ય સેનાની. 
૩૩. એમ.એસ.સુબ્બુલક્ષ્મી , ૧૯૯૮ , શાસ્ત્રીય ગાયિકા. 
૩૪. સી.એસ.સુબ્રહ્મણ્યમ્ , ૧૯૯૮ , સ્વાતંત્ર્ય સેનાની,હરિયાળી ક્રાંતિના પ્રણેતા. 
૩૫. જયપ્રકાશ નારાયણ # ,૧૯૯૮ , સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક. 
૩૬. પંડિત રવિશંકર , ૧૯૯૯ , પ્રખ્યાત સિતારવાદક.
૩૭. અમતર્યસેન , ૧૯૯૯ , નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. 
૩૮. ગોપીનાથ બોરડોલોઈ # , ૧૯૯૯ , સ્વાતંત્ર્ય સેનાની.
૩૯. લતા મંગેશકર , ૨૦૦૧ , પાશ્વ ગાયિકા. 
૪૦. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ,૨૦૦૧ , શાસ્ત્રીય શરણાઇવાદક 
૪૧. ભીમસેન જોશી , ૨૦૦૯ , શાસ્ત્રીય ગાયક 
૪૨. સી.એન.આર.રાવ , ૨૦૧૪ , વૈજ્ઞાનિક 
૪૩. સચિન તેંડુલકર , ૨૦૧૪ , ક્રિકેટર 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." સાચું ઊંડું જ્ઞાન "


એક અધ્યાત્મ જ્ઞાનસભા હતી. સંપૂર્ણ સભામંડપ ખીચોખીચ ભરેલો હતો. વક્તા ઊંડું જ્ઞાન ધરાવતા હોય એમ પ્રભુપ્રેમ વિશે અસ્ખલિત બોલી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે સુંદર દૃષ્ટાંતો આપતા હતા. શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને તેમની વાતો સાંભળી રહ્યા હતા.

વક્તા વિચક્ષણ હતા, પરમ ભક્ત હતા. પ્રભુપ્રેમમાં પરમ શ્રદ્ધા ધરાવનાર ભક્તને જ્ઞાન સહજ જ હોય છે.

સભામાં એક જ્ઞાની પણ હતા. તેમને વિચાર આવ્યો, ‘આ વક્તા કરતાં મેં વધુ જ્ઞાન મેળવ્યું છે, વધુ વિગતવાર શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, વાણી પણ મારી પ્રભાવશાળી છે, હું વધુ સારી રીતે લોકોને સમજાવી શકું છું તો લોકો કેમ મને જાણી શકતા નથી? મારાથી કેમ પ્રભાવિત થતા નથી? આ વક્તાને મળે છે એના કરતાં મને વધુ સન્માન મળવું જોઈએ.’

સભામાં બેઠેલા જ્ઞાનીના મનમાં આ વિચારોનું ઘમસાણ ચાલતું હતું અને જાણે વક્તા પોતાના જ્ઞાનબળે તેમના વિચારોને જાણી ગયા હોય એમ પોતાના વક્તવ્યમાં તેમણે આગળ દાખલો આપ્યો ...

‘ભાઈઓ, ફાનસમાં તેલ અને પાણી હોય છે. એક વખત પાણીએ કહ્યું કે હું તારા કરતાં શ્રેષ્ઠ છું છતાં તું મારા પર સતત પથરાયેલું કેમ રહે છે? એટલે તેલે ઉત્તર આપ્યો કે તલરૂપે, સિંગરૂપે કે અન્ય દાણારૂપે હું જમીનમાં દટાયું; જમીનમાંથી બહાર આવી છોડ બન્યું; છોડ બની કપાયું, કચરાયું, ધાણીમાં પિલાયું અને છેલ્લે લોકોને પ્રકાશ આપવા અગ્નિમાં બળ્યું; આ શ્રેષ્ઠતા એમ ને એમ નથી મળતી.’

વક્તાની વાત સાંભળીને જ્ઞાની સમજી ગયા. પ્રવચન બાદ જ્ઞાનીએ વક્તા સમીપ જઈને પ્રણામ કર્યા, પોતાના મનની વાત જણાવીને ક્ષમા માગી અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. 

વક્તા બોલ્યા, ‘ના, હજી હું પણ કાચો છું. આજથી જ સભા-ઉપદેશ અને વાતો પણ બંધ, કારણ કે મેં આટલું કર્યું એટલે આટલું મળ્યું એવું મિથ્યાભિમાન મેં આટલાં વર્ષ પોષ્યું. હજી મારે જ સાધનાની જરૂર છે માટે તમે મને ક્ષમા કરો.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠